જુહાપુરા -સરખેજ અંબર ટાવરની સામે ટીપી 85 રોડ ની આગળ કેનાલ રોડ પાસે ગુલુ મસ્તાન દરગાહની બાજુમાં હાદિનગર સોસાયટીમાં રહેતા પરિવારને મામલતદાર તરફથી નોટિસ ફાળવામાં આવી છે. સાત દિવસમાં મકાન ખાલી કરવાનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સીટી મામલતદાર વેજલપુર તરફથી નોટિસ આપવામાં આવી છે.
નોંધનીય છે કે હાદિનગરમાં રહેતા પરિવારો પર હવે ડિમોલેશનની તલવાર લટકી છે, અત્યાર સુધી નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાનમાં હાદિયના નગરના લોકો નોટિસનો જવાબ આપતા હતા, હવે વેજલપુર મામલતદાર તરફથી ગેરકાયદેસર મકાનને તોડી પાડવાના હુકમની નોટિસની બજાવણી થઇ છે. જો કોઇ પણ વાંધો કે નારાજગી હુકમ પ્રત્યે હોય તો તેની સામે અપીલ હાદિનગરના લોકો કરી શકે છે.
નોંધનીય છે કે માફિયા બિલ્ડરોના લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકો બેઘર થવાની તૈયારીમાં છે, એક બાજુ રોજ કમાઇને ગુજરાન કરનાર લોકો પર મોટી મુસીબત આવી પડી છે. આ નોટિસ માટે હાદિનગરમાં રહેતા પરિવાર કાનૂની લડત આપવા માટે હાલ ઝઝૂમી રહ્યા છે, આર્થિક ભારણ સહન કરીને હાલ મામલતદારના હુકમ સામે અપીલ માટે દોડધામ કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગની હાલત ખૂબ કફોડી થઇ ગઇ છે,માથા પરથી છત છિનવાઇ જશે તેવી દહેશતમાં જીવી રહ્યા છે. હાદિયનગરના પરિવાર પર હાલ મોટો સંકટ આવી પડ્યું છે. બિલ્ડરોએ હાથ અધ્ધર કરીને ફરાર થઇ ગયા છે. સાડા છ લાખ રુપિયા મકાન વેચીને અય્યાશીઓ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જુહાપુરા- સરખેજમાં લુખ્ખાઓ જમીન ખરીદી અને ગુનાહિત પ્રવૃતિવાળા માફિયા બિલ્ડરોને જમીન વેચે એ જમીન કોઇ બીજાને અને બીજો ત્રીજાને જમીન વેચે છે.ફરી તેના પર મકાનની સ્કીમ પાડે છે. આવા ગોરખધંધા કરીને ગરીબ અને મધ્યવર્ગના લોકોની જીવનભરની કમાણી લૂંટી લે છે. આ હાદિનગર સહિત જેવી અનેક ગેરકાયદેસરના બાંધકામની બિલ્ડીંગો અને મકાન આજે પણ મોજુદ છે. આ ગેરકાયદેસર મામલે સરકારી અધિકારી પણ બાંધકામ થઇ રહ્યો હોય છે ત્યારે અંગત સ્વાર્થ પુરો થઇ જતા આંખ આડા કાન કરે છે. જેના લીધે આ માફિયા બિલ્ડરો મોટા થયા છે.આવા બિલ્ડરો સામે કાયદાકિય કાર્યવાહી જરૂરી છે.
આ પણ વાંચો – જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!