Union Budget 2026 : આઝાદ ભારતના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રવિવારના દિવસે પોતાનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા કેબિનેટની મંજૂરી મેળવ્યા બાદ નાણામંત્રીએ દેશની આર્થિક પ્રગતિ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વના એલાન કર્યા છે.
Union Budget 2026 : બજેટ 2026-27 ના મુખ્ય આકર્ષણો
1. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0: સરકારે ટેકનોલોજી ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત કરી છે. આ અંતર્ગત ઉદ્યોગ-કેન્દ્રિત સંશોધન અને તાલીમ કેન્દ્રો પર ભાર મૂકવામાં આવશે, જેથી કુશળ કારીગરો તૈયાર થઈ શકે અને ચીન પરની નિર્ભરતા ઓછી થાય.
2. બાયો ફાર્મા શક્તિ યોજના: ભારતને બાયો-ફાર્મા ઉત્પાદનનું ગ્લોબલ સેન્ટર બનાવવા માટે નાણામંત્રીએ આગામી 5 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડ સાથે ‘બાયો ફાર્મા શક્તિ’ યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
3. છ વ્યૂહાત્મક સ્તંભો પર ધ્યાન: આર્થિક વિકાસને વેગ આપવા માટે નાણામંત્રીએ છ મુખ્ય ક્ષેત્રોમાં પગલાં લેવાની દરખાસ્ત કરી છે:
7 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું.
જૂના ઔદ્યોગિક વિસ્તારોને ફરી જીવંત કરવા.
MSME સેક્ટરને મજબૂત બનાવવું.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) ને વેગ આપવો.
ઉર્જા સુરક્ષા અને સ્થિરતા.
શહેરી આર્થિક વિસ્તારોનો વિકાસ.
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો મજબૂત દમ
નાણામંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે, હાલ વિશ્વમાં સંસાધનો અને સપ્લાય ચેઈન માટે અવરોધો છે, છતાં ભારત આત્મવિશ્વાસ સાથે ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 12 વર્ષની આર્થિક સ્થિરતા અને રાજકોષીય શિસ્તના કારણે જ આજે ભારત 7% નો ઉચ્ચ વિકાસ દર જાળવી શક્યું છે.
આ પણ વાંચો : UnionBudget2026 : નિવેદનબાજી નહીં, સુધારા પર ભાર, નાણામંત્રીએ રજૂ કર્યું દેશની આર્થિક પ્રગતિનું વિઝન

