Piyush Goyal : આજકાલ દુનિયાભરમાં ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે કોઈના દબાણ હેઠળ નહીં આવે.
કેન્દ્રીય મંત્રી Piyush Goyal કહ્યું હતું કે આજે ભારત દર વર્ષે 6.5 ટકાના વિકાસ દરે વિકાસ કરી રહ્યું છે. ભારત એક મજબૂત અને આત્મવિશ્વાસુ દેશ છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં હવે ડિગ્લોબલાઈઝેશન થઈ રહ્યું નથી. તેના બદલે, દેશો હવે તેમના વેપાર માર્ગો અને ભાગીદારો ફરીથી નક્કી કરી રહ્યા છે.
Piyush Goyal કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વેપારમાં સમસ્યાઓ દૂર કરવા માટે પહેલાથી જ ઘણા પગલાં લીધા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે ભારતની નિકાસ ગયા વર્ષ કરતા વધુ રહેશે. આજે ભારત વૈશ્વિક વિકાસમાં 16 ટકા યોગદાન આપી રહ્યું છે.પિયુષ ગોયલે કહ્યું કે હવે ભારત ફક્ત ટેરિફમાં છૂટ ઇચ્છતું નથી. પરંતુ તે રોકાણ અને રોજગાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો પરની વાતચીત દરમિયાન, તેમણે કહ્યું કે આપણે હવે ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છીએ અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે અન્ય દેશોમાં વસ્તી વૃદ્ધ થઈ રહી છે.
આ પણ વાંચો: અમેરિકા આર્મી બેઝ પર ગોળીબાર, પાંચ સૈનિકોને ગોળી વાગી