અમદાવાદમાં યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન

યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા અમદાવાદના સરખેજ સ્થિત  અહદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે઼ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા સૈયદ સમાજના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું , સૈયદ સમાજના ધોરણ 10 અને 12માં ધોરણમાં સારા ટકા લાવ્યા હોય તેવા વિધાર્થીઓનો ખાસ સન્માન રાખવામાં આવ્યો હતો. 
.ફરીદુદ્દીન એન સૈયદ ( પ્રમુખ)
યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત આ સમારોહમાં અમદાવાદ, આણંદ, મહેમદાવાદ, ખંભાત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા 50 તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ટ્રોફી અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૈયદ સમાજના અગ્રણીઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.
ડાબીબાજુ તસ્લીમ હુસૈન કાદરી ( ટ્રસ્ટી)
કાર્યક્રમમાં ગુજરાત ટુડેના તંત્રી સુહેલ તિરમીઝી, આર્કિટેક્ટ રિઝવાન કાદરી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ટીંબલયા સાહેબ, હબીબભાઈ મોદન,આણંદ એકતા કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર વસીમ સૈયદ રિલાયન્સ ઇન્સ્યોરન્સના આણંદ શાખાના મેનેજર તસલીમ હુસૈન કાદરી અને મહેમદાવાદના અફજલ સૈયદ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત, ટ્રસ્ટના તમામ સભ્યો અને સૈયદ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહેમાનોએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને સૈયદ સમાજને વધુ જાગૃત બનાવવા ઉચ્ચ શિક્ષણને અનિવાર્ય ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, શૈક્ષણિક ક્રાંતિ દ્વારા જ સમાજની પ્રગતિ શક્ય છે. યુનિટી સેવા ટ્રસ્ટના તમામ સભ્યોએ પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન આપીને સમાજના વિકાસમાં સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.  
આફતાબ સૈયદ (ઉપપ્રમુખ)
યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ
યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ અને સમાજ કલ્યાણ માટે સતત કાર્યરત છે. આ કાર્યક્રમ દ્વારા ટ્રસ્ટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં શિક્ષણનું મહત્વ ફેલાવવાનો સફળ પ્રયાસ કર્યો. આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની ટ્રસ્ટની યોજના છે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી શકે.
ડાબી બાજુ અફઝલ સૈયદ (ટ્રસ્ટી) 
સમાજનો ઉત્સાહ અને સહયોગ
આ કાર્યક્રમમાં સૈયદ સમાજના લોકોની ભારે ઉપસ્થિતિએ તેની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો. આવા સમારોહો સમાજના યુવાધનને પ્રેરણા આપવા અને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *