ગુજરાતના 72 તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ : ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે પડેલા વરસાદે ગરમીથી રાહત તો આપી છે, પરંતુ તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ : કયા વિસ્તારોમાં થઈ વરસાદની એન્ટ્રી?

હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદના એસ.જી. હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર અને બોપલ જેવા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિમાં વધારો થયો છે.

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો 3 - image

ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ

માર્ચ મહિનામાં જ્યારે રવી પાક (ખાસ કરીને ઘઉં, જીરું, વરિયાળી અને રાયડો) તૈયાર થઈને લણણીની અવસ્થામાં છે, ત્યારે આ કમોસમી વરસાદ ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો વરસાદની તીવ્રતા વધે તો પાક કાળો પડી જવાની અથવા ખરી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરીને રાખેલો માલ પલળી જવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.

તાપમાનમાં ઘટાડો છતાં ભેજનું પ્રમાણ વધ્યું

વરસાદી ઝાપટાંને કારણે મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી બપોરના સમયે અનુભવાતી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળી છે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે બફારો વધવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે પડેલા વરસાદે ગરમીથી રાહત તો આપી છે, પરંતુ તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે.વરસાદી ઝાપટાંને કારણે મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,

આ પણ વાંચો: UPSC 2025: SPIPA ના 35 સફળ યુવા અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *