ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાત કમોસમી વરસાદ- ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામીSઓ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર-પૂર્વીય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં તાપમાનની સ્થિતિ
ગુજરાત કમોસમી વરસાદ- હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી (દ્વારકા)થી 41 ડિગ્રી (સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ) વચ્ચે નોંધાયું છે. સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ સ્થળો રહ્યા.

કમોસમી વરસાદની આગાહી

રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.

17 મે 2025: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી.

18-19 મે 2025: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયો વરસાદ.
20-21 મે 2025: દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ.

હવામાનની અસર
આ કમોસમી વરસાદ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહત લાવી શકે છે, પરંતુ ગાજવીજના કારણે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને અપડેટેડ આગાહી પર નજર રાખવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો –  ભાજપ નેતા ઉમા ભારતીએ મંત્રી વિજય શાહને બરતરફ કરવાની કરી માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *