PNG connection rules : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ સપ્લાય અંગેની ચિંતાઓ વચ્ચે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ઘરોમાં પહેલાથી જ પાઇપવાળા નેચરલ ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, તેમને હવે ઘરેલુ LPG સિલિન્ડર રાખવા, નવું કનેક્શન લેવા કે સિલિન્ડર રિફિલ કરાવવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
PNG connection rules નવા કનેક્શન અને રિફિલ પર રોક
સરકારી તેલ કંપનીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે ગ્રાહકો પાસે PNG કનેક્શન છે, તેમને કોઈપણ સંજોગોમાં નવું LPG કનેક્શન કે રિફિલ સેવા પૂરી પાડવામાં ન આવે. આ પગલાનો મુખ્ય હેતુ ગેસ સંસાધનોનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.
ગભરાટના કારણે બુકિંગમાં ઉછાળો:
સરકારે સ્વીકાર્યું છે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેના લીધે દેશભરમાં LPG સિલિન્ડરના બુકિંગમાં અનેકગણો વધારો થયો છે.
આયાત પર ભારતની નિર્ભરતા:
ભારત તેની કુલ જરૂરિયાતના આશરે 60 ટકા LPGની આયાત કરે છે, અને આ આયાતનો 90 ટકા હિસ્સો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માર્ગ દ્વારા આવે છે.
ઈંધણની કોઈ અછત નથી:
પરિસ્થિતિ પડકારજનક હોવા છતાં, સરકારે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને LPGની કોઈ જ અછત નથી. દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઈંધણ ખતમ થઈ જવાની સ્થિતિ નથી.
ઘરેલું ઉત્પાદનમાં વધારો:
સરકારે તમામ રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન મહત્તમ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય બાદ દેશમાં LPGનું ઘરેલું ઉત્પાદન 25 ટકાથી વધીને 28 ટકા થઈ ગયું છે.
આ પણ વાંચો: આસામ ચૂંટણી માટે કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

