વૈભવ સૂર્યવંશીએ પટના એરપોર્ટ પર PM મોદી સાથે કરી મુલાકાત

વૈભવ સૂર્યવંશી PM મોદી મુલાકાત – વૈભવ સૂર્યવંશી ૩૦ મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. ૧૪ વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં વૈભવે બેટથી તબાહી મચાવી હતી. વૈભવે તે મેચમાં માત્ર ૩૫ બોલમાં સદી ફટકારી હતી. આ સાથે, વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.

 

 

વૈભવ સૂર્યવંશી PM મોદીમુલાકાત- પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યું, ‘પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેના પરિવારને મળ્યો. તેની ક્રિકેટ કુશળતાની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.’

IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ IPL ની વર્તમાન સિઝનમાંકુલ 7 મેચ રમી. જેમાં તેણે 252 રન બનાવ્યા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 નોંધાઈ. તે જ સમયે, સ્ટ્રાઈક રેટ 206.55 રહ્યો. તેણે કુલ 122 બોલ રમ્યા, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા.

IPL 2025 વૈભવ માટે યાદગાર બની ગયું
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL ની વર્તમાન સિઝનમાં 19 એપ્રિલ 2025 ના રોજ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ડેબ્યૂ કર્યું. તેણે આ મેચના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો અને 20 બોલમાં 34 રન બનાવ્યા. આ જોઈને લખનૌના બોલર શાર્દુલ ઠાકુર, જે આ ઓવર ફેંકી રહ્યો હતો, તે આશ્ચર્યચકિત થઈ ગયો.

 

આ પણ વાંચો –  મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *