Vasant Paresh Passes Away: જામનગરના જાણીતા હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી અને દેશ-વિદેશમાં અનેક પ્રસિદ્ધ કાર્યક્રમો આપ્યા હતા.વસંત પરેશ એક સ્મિતના માવજતકર્તા હતા, જેમણે અનેક યાદગાર કાર્યક્રમો દ્વારા દર્શકોને હસાવ્યા. તેમના રમૂજી જોક્સ અને હાસ્યભરી સંલાપોથી લોકોને હંમેશા આનંદ મળતો હતો. આજે ફાની દુનિયાને અલવિદા કહેતા, તે તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.
સદગતની અંતિમ યાત્રા આજે બપોરે 4:30 વાગ્યે જામનગરના તેમના નિવાસ સ્થાન, લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ શેરી નંબર-1, જામનગરથી નીકળશે. પરિવારજનોએ પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.