Virender Sehwag’s brother- ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. વાસ્તવમાં, તેના નાના ભાઈ વિનોદ સેહવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે. કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયા બાદ સેહવાગના ભાઈની ચંદીગઢના મણિમાજરા પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. વિનોદ સેહવાગને ચેક બાઉન્સ કેસમાં કોર્ટમાં હાજર ન થવાના કારણે ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
Virender Sehwag’s brother- વીરેન્દ્ર સેહવાગના ભાઈ વિનોદ સેહવાગ વિરુદ્ધ કોર્ટમાં 7 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં તેને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. પરંતુ તે હાજર ન થવાને કારણે કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. કોર્ટે તેને ભાગેડુ જાહેર કરતાની સાથે જ પોલીસે વિનોદ સેહવાગની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. વિનોદ સેહવાગને કોર્ટમાં હાજર કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ સેહવાગના વકીલે જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થશે.
વિનોદ, વિરેન્દ્ર સેહવાગનો નાનો ભાઈ
વિનોદ સેહવાગ ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના નાના ભાઈ હોવાનું કહેવાય છે. વિરેન્દ્ર સેહવાગને ચાર ભાઈ-બહેન છે. બંને બહેનો તેમના કરતા મોટી છે. જ્યારે ભાઈ વિનોદ તેના કરતા નાનો છે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે.