આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!

વકફ બિલ

સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો કર્યો કે અમારો રિપોર્ટ તૈયાર છે.

જેપીસીનો કાર્યકાળ ગૃહમાં તેના અહેવાલની રજૂઆતના એક દિવસ પહેલા લંબાવવામાં આવ્યો છે. જેપીસીના વડા જગદંબિકા પાલે વધુ સમયની માંગ કરતા લોકસભામાં કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પસાર કરવામાં આવ્યો છે. જેપીસી હવે 29 નવેમ્બરના બદલે બજેટ સત્ર 2025ના છેલ્લા દિવસે એટલે કે વર્તમાન શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો અહેવાલ ગૃહમાં રજૂ કરશે.

વિપક્ષી દળોના હોબાળા વચ્ચે વકફ બિલ પર જેપીસીનો કાર્યકાળ વધારવા સંબંધિત ઠરાવ પસાર થયા બાદ લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષના વર્તનની નિંદા કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે તમામ વિપક્ષી નેતાઓ અને બિઝનેસ એડવાઇઝરી કમિટીના સભ્યોએ આગામી બિલો માટે સમય નક્કી કર્યો છે. અમે આગામી બિલો પર ચર્ચા કરવા માટે યોગ્ય સમય આપવાની પણ વિનંતી કરી હતી.

તેમણે કહ્યું કે આ સિવાય જે અલગ-અલગ મુદ્દાઓ સામે આવવાના છે તેની ચર્ચા કરવા માટે અલગ-અલગ નિયમો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગીઓએ હંગામો મચાવીને અને પોતાના નિયમો તોડીને જે કર્યું છે તેની હું નિંદા કરું છું. આ યોગ્ય નથી. લઘુમતી બાબતોના પ્રધાને વધુમાં કહ્યું કે તમામ પક્ષોએ વિનંતી કરી કે જેપીસી દ્વારા સાંભળવામાં આવેલા મુદ્દાઓ માટે સમયની જરૂર છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. અમે પણ આ બાબતે સંમત થયા. જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતે જ હંગામો મચાવી રહી છે જે યોગ્ય નથી.

આ પણ વાંચો –  મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *