કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં આ આક્રમક કાર્યવાહી પાછળના હેતુ અને સફળતા અંગે માહિતી આપવામાં આવી હતી.
પત્રકાર પરિષદ: આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ
કર્નલ સોફિયા કુરેશી – આ પ્રેસ કોન્ફરન્સ માત્ર માહિતી આપવાનો પ્રયાસ નહોતો ,આતંકવાદ અને ધાર્મિક ટેરિરીઝમ સામે એક મજબૂત સંદેશઆપ્યો હતો. શનિવારે પહેલગામ આતંકી હુમલો પછી, જ્યાં હિન્દુ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પીએમ મોદીએ આ ઓપરેશનનું નામ “સિંદૂર” રાખવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને સેનાએ તરત સ્વીકારી લીધો. આ નામ આ કાર્યવાહી પાછળના સાંસ્કૃતિક અને રાજકીય સંદેશને પણ ઉજાગર કરે છે.
મહિલા સૈનિકોની આગેવાનીમાં મજબૂત પ્રતિસાદ
પ્રેસ કોન્ફરન્સનું વિશેષ આકર્ષણ એ હતું કે આમાં બે મહિલા અધિકારીઓ – કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ – મુખ્ય પ્રવક્તા તરીકે હાજર રહી. આ પગલું એવો સંદેશ આપતું હતું કે આતંકવાદ અને સામપ્રદાયિકતા સામે ભારતની દરેક પેઢી, દરેક જાત અને લિંગના નાગરિક એકસાથે ઊભા છે.
કર્નલ સોફિયા કુરેશી
ગુજરાતમાં જન્મેલી અને બાયોકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ કરેલ કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલાઓમાંની એક છે જેમણે 18 દેશોની મલ્ટીનેશનલ ડ્રિલમાં કમાન્ડ સંભાળી હતી. 2006માં યૂએન મિશનમાં ભાગ લીધો હતો, અને ઓપરેશન પરાક્રમ તથા સિગ્નલ રેજિમેન્ટના આતંકવાદ વિરોધી મિશનમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ
વિમેન પાવરનું પ્રતિક, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનાની શ્રેષ્ઠ હેલિકોપ્ટર પાઇલટ્સમાંની એક છે. તેમણે 2500 કલાકથી વધુ ઉડાન ભરી છે અને અરુણાચલ દુર્ઘટના રેસ્ક્યૂ ઓપરેશન તથા માઉન્ટ મણિરંગ મિશન જેવી મિશનો સફળતાપૂર્વક પાર પાડી છે.
આ પણ વાંચો- એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’