અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક, ગુલ ઈન્ટરનેશનલ સ્કૂલ) કેળવણી નું મહત્વ સમજાવતા મહિલાઓને તેમના બાળકોને ટેકનિકલ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.
અન્ય મહેમાન અમવા પરિવાર નાં શ્રીમતિ ગુલિસ્તા કાદરીએ બહેનોને પોતાનાં સ્વપનાઓ ને સાકાર કરવા ઝનૂનપૂર્વક મહેનત કરવા આહ્વાન કર્યુ હતું. ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ જનાબ મહંમદ શરીફ દેસાઈએ આવકાર પ્રવચન કર્યુ હતું.મહેમાનોનું રમેશ તન્નાની હકારાત્મક સ્ટોરી દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રીમતિ રીઝવાના કુરેશીએ કર્યુ હતું. અમવાનાં પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ વિષય પ્રવેશ કરાવતા ઈસ્લામિક શરીયત અનુસાર શિક્ષણ નું મહત્વ સમજાવી, દિકરીઓ ને શિક્ષણ નાં આભૂષણો થી શણગારી,શિક્ષણ ના દહેજ સાથે સાસરે વળાવવા અનુરોધ કર્યો હતો.
અમવા પરિવાર નાં સભ્યો, ઝાકેરાબેન કાદરી, માહેનુર સૈયદ, જુબેદા બેન ચોપડા,સુહાના દેસાઈ વગેરેએ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યા ભાગ લઈ કાર્યક્રમ ને જ્વલંત સફળતા અપાવી હતી.