F-15E Strike Eagle અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ હવે ભયાનક મોડ લઇ ચૂક્યું છે. શરૂઆતમાં અમેરિકાને લાગ્યું હતું કે તે થોડા જ દિવસોમાં ઈરાનને નેસ્તનાબૂદ કરી દેશે, પરંતુ આ તેમની મોટી ભૂલ સાબિત થઈ છે. જંગના 35માં દિવસે ઈરાને એવો મોટો દાવો કર્યો છે જેણે આખી દુનિયા અને ખાસ કરીને અમેરિકન વાયુસેનાને સ્તબ્ધ કરી દીધી છે. ઈરાને અમેરિકાના અત્યાર સુધીના ‘અજેય’ મનાતા F-15E સ્ટ્રાઈક ઈગલ (F-15E Strike Eagle) ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ ઘટનામાં અમેરિકન વિમાનનો એક પાઈલટ પણ ગુમ છે.
F-15E Strike Eagle : 100 હવાઈ યુદ્ધોમાં અજેય રહેલું વિમાન
F-15E સ્ટ્રાઈક ઈગલને અમેરિકન વાયુસેનાનું સૌથી ભરોસાપાત્ર અને ખતરનાક ફાઈટર જેટ માનવામાં આવે છે. વર્ષ 1988 માં અમેરિકન વાયુસેનામાં સામેલ થયેલું આ વિમાન અત્યાર સુધી લગભગ 100 થી વધુ હવાઈ યુદ્ધોમાં અજેય (Invincible) રહ્યું હતું. તેને બોઇંગ (Boeing) કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેની હાલની કિંમત લગભગ 100 મિલિયન ડોલર (આશરે ₹830 કરોડ) છે. આ વિમાન હવામાં દુશ્મનોનો ખાતમો કરવાની સાથે-સાથે જમીન પર રહેલા ટાર્ગેટ પર પણ સચોટ હુમલો કરી શકે છે.

આ ફાઈટર જેટની મુખ્ય ખાસિયતો શું છે?
ખરાબ હવામાનમાં પણ સચોટ હુમલો: આ વિમાનમાં LANTIRN (લો-એલ્ટીટ્યુડ નેવિગેશન એન્ડ ટાર્ગેટિંગ ઇન્ફ્રારેડ) સિસ્ટમ લાગેલી છે. આ સિસ્ટમની મદદથી વિમાન રાતના અંધારામાં કે ખરાબ હવામાનમાં પણ જમીનથી ખૂબ જ નીચે ઉડીને દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને સચોટ હુમલો કરી શકે છે.
અત્યાધુનિક રડાર સિસ્ટમ: તેનું APG-70 રડાર સિસ્ટમ એકસાથે જમીન અને હવા બંને ટાર્ગેટને ટ્રેક કરીને એક જ સમયે અનેક ખતરાઓનો સામનો કરી શકે છે.
ભારે હથિયારોથી સજ્જ: આ જેટમાં 20 mm ની ઇન્ટરનલ ગન ઉપરાંત M-9 સાઇડવિન્ડર અને M-120 એમરામ જેવી હવાથી હવામાં માર કરતી મિસાઇલો લગાવી શકાય છે. તે ભારે વજનના લેસર-ગાઇડેડ બોમ્બ લઈ જવામાં પણ સક્ષમ છે.
સુપરસોનિક સ્પીડ: આ વિમાન 60,000 ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે અને તેની સ્પીડ 1,875 માઇલ પ્રતિ કલાક (મેક 2.5 થી વધુ) છે.
ઈરાને અમેરિકન જેટને કેવી રીતે તોડી પાડ્યું?
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફકારીએ દાવો કર્યો છે કે, ઈરાને 35માં દિવસે પહેલીવાર પોતાની દેશી બનાવટની અને નવી વિકસિત ‘એર ડિફેન્સ સિસ્ટમ’ નો ઉપયોગ કર્યો હતો. આ નવી સિસ્ટમે જ અમેરિકાના F-15E જેટને તોડી પાડ્યું છે.
IRGC નો દાવો છે કે આ એર ડિફેન્સ સિસ્ટમે માત્ર F-15E જ નહીં, પરંતુ અમેરિકાના અત્યાધુનિક F-35E સ્ટીલ્થ જેટ, MQ-9 રીપર અને હર્મીસ જેવા ડ્રોન, બે ક્રૂઝ મિસાઇલો અને બ્લેક હોક હેલિકોપ્ટરને પણ નિશાન બનાવ્યા છે. ઈરાને આ દિવસને અમેરિકા માટે ‘બ્લેક ફ્રાઈડે’ ગણાવ્યો છે.
આ પણ વાંચો: ઈરાનનો દાવો: અમેરિકાનો ફાઇટર જેટ તોડી પાડ્યો,

