અમેરિકાની ઇરાનને ખુલ્લી ધમકી, જો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પાસે તેલ સપ્લાય રોકાશે તો……..

US Iran Strait of Hormuz :

US Iran Strait of Hormuz : વિશ્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં તેલના પુરવઠાને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમેરિકા અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરશે.

US Iran Strait of Hormuz : ટ્રમ્પની કડક ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું છે કે, “જો ઈરાન તેલના પ્રવાહમાં અડચણ ઊભી કરશે, તો અમેરિકા પહેલા કરતા 20 ગણી વધુ તાકાત સાથે જવાબ આપશે.” ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહી ટૂંકા ગાળાની હોવાનું પણ સૂચવ્યું છે.

 

ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, ઈરાને કોઈપણ પ્રકારના સીઝફાયર (યુદ્ધવિરામ)નો ઇનકાર કર્યો છે. ઈરાની નેતા અલી લારીજાનીએ ટ્રમ્પને પડકાર ફેંકતા કહ્યું છે કે, “ઈરાનની જનતા ખોખલી ધમકીઓથી ડરતી નથી. હોર્મુઝ કાં તો સૌ માટે શાંતિનું ક્ષેત્ર રહેશે અથવા યુદ્ધ ભડકાવનારાઓ માટે પીડાનું કારણ બનશે.”

શા માટે મહત્વનું છે આ ક્ષેત્ર?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના તેલ વેપાર માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. જો અહીં તણાવ વધે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી શકે છે.

નોંધનીય છે કે વિશ્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં તેલના પુરવઠાને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમેરિકા અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરશે

આ પણ વાંચો:  અમેરિકાનો ‘ગેમચેન્જર’ પ્લાન: ઈરાન સામે તૈનાત કર્યું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *