લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાજકોટ હાઇવે પર એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મિની ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોરવડ ગામ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સામેથી આવતી મીની ટ્રાવેલ્સને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો.માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ચુરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જે.એન. ગમારાએ જણાવ્યું હતું કે, લીંબડી તાલુકાના નવી મોરવાડ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બપોરના 4.30 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. બંગાળના પ્રવાસીઓનું એક જૂથ ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે તેમનું વાહન ડમ્પર સાથે અથડાયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રવાસીઓ દીવ અને ગીર જેવા સ્થળોની મુલાકાત લીધા બાદ પરત ફરી રહ્યા હતા અને બે દિવસ પછી તેઓની અમદાવાદથી ફ્લાઇટ હતી. આ અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરૂષોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લાના સાયલાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *