રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગત રાત્રે અકસ્માતનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર, મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતાં ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યા પછી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ, ફેબ્રુઆરી 2024માં, કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. તે સમયે, જામનગરના બેરાજા વિસ્તારમાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમિયાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે રાત્રે 3-4 વાગ્યાની આસપાસ સ્થાનિક વિસ્તારમાં હાજર હતા. બાદમાં તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ તેમની સારવારની માહિતી મેળવવા માટે હોસ્પિટલ દોડી ગયા હતા.
આ પણ વાંચો – દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડાની ઘટના બાદ પોલીસ એકશનમાં, 12 લોકોની ધરપકડ