રાજકોટમાં નવરાત્રી સુરક્ષાનો મુદ્દો ગરમાયો: ગરબા આયોજનોમાં ID વેરિફિકેશન ફરજિયાત કરવા પોલીસ કમિશનરને રજૂઆત

નવરાત્રી પૂર્વે રાજકોટમાં સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે, જ્યાં ગરબા સ્થળોએ આઈડી વેરિફિકેશન ફરજિયાત કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં ગરબા આયોજનો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પોલીસ કમિશનરને આ રજૂઆત કરવામાં આવી હતી. સંગઠન દ્વારા બહેનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ લવ જેહાદ સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

મુખ્ય માંગણીઓ અને આવેદન પત્ર

  • ઓળખપત્રની ચકાસણી: રજૂઆતમાં ગરબા સ્થળે પ્રવેશ પહેલાં ઓળખપત્રની ચકાસણી કરવાની સાથે આયોજકો દ્વારા આઈડી વેરિફિકેશનની વ્યવસ્થા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

  • તિલક અને સુરક્ષા વ્યવસ્થા: આ ઉપરાંત તમામ ગરબા આયોજનોના પ્રવેશદ્વાર પર તિલકની વ્યવસ્થા રાખવામાં આવે અને ગરબા સ્થળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી.

  • તકેદારીના પગલાં: નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા આયોજનોમાં ઉમટતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અને આયોજકો દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે તેવી માંગ હિન્દુ સ્વરાજ સેના દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુ સ્વરાજ સેનાનું નિવેદન અને પોસ્ટર પ્રદર્શન

હિન્દુ સ્વરાજ સેનાના કાર્યકરો હાથમાં ‘સ્ટોપ ધર્માંતરણ’ અને ‘લવ જિહાદ’ લખેલા પોસ્ટર સાથે પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું. આ અંગે સંગઠનના અભિષેક આશારાના જણાવ્યા મુજબ, નવરાત્રી સનાતન ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે અને નારી શક્તિને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષા અને ગરબાની પવિત્રતા જાળવી રાખવા માટે પ્રવેશ વખતે ઓળખપત્રનું ચેકિંગ કરવું અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *