નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકતા 14 લોકોના મોત, મૃત્યુઆંક વધશે!

નેપાળમાં

નેપાળમાં આજે એટલે કે શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. નેપાળના તનાહુન જિલ્લામાં એક બસ અચાનક મર્સ્યાંગડી નદીમાં પડી હતી આ બસ યુપી નંબરની હતી અને તેમાં 40 મુસાફરો હતા. અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપ કુમાર રાયે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી અને નદીના કિનારે પડી છે. હાલ મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જણાવવામાં આવ્યું હતું કે બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

નેપાળમાં  આ દુર્ઘટના તનુઆ જિલ્લાના આઈના પહારામાં થઈ હતી. અકસ્માત બાદ બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ સશસ્ત્ર પોલીસ દળ નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) માધવ પૌડેલના નેતૃત્વમાં 45 સશસ્ત્ર પોલીસ દળના જવાનોની ટીમ પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે.પ્રારંભિક અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

નોંધનીય છે કે 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

આ પણ વાંચો – રામ મંદિર બનાવવા માટે જાણો કેટલો ખર્ચ થયો, કેટલું દાન મળ્યું ? આ રહ્યો સંપૂર્ણ હિસાબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *