મૃતકોના નામ
ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા, પિતા
હર્ષ ભરતભાઈ સસાંગીયા, પુત્ર
વનિતાબેન ભરતભાઈ સસાંગીયા, માતા
આ પણ વાંચો – Ahmedabad Cam App : જાહેરમાં કચરો અને થૂંકનાર અમદાવાદીઓ ચેતી જજો નહીંતર ખેર નથી
સુરત સામુહિક આપઘાત – ડાયમંડ નગરી સુરતમાં એકવાર ફરીથી સામુહિક આપઘાતની દુઃખદ ઘટના બની છે. શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં ફસાયેલા પુત્રએ માતા-પિતા સાથે ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને પોલીસને જાણ કરી હતી.
સુરત સામુહિક આપઘાત – મળતી માહિતી અનુસાર, પુત્ર બેંક લોનના કામકાજને કારણે ભારે દેવું ઊભું થતાં આર્થિક સંકડામણમાં વિમુક્ત થવા માટે આ પગલું ભર્યું. મૃતકોના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારોના દબાણથી હેરાન થઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમરોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઘટના પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે. આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા
મૃતકોના નામ
ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા, પિતા
હર્ષ ભરતભાઈ સસાંગીયા, પુત્ર
વનિતાબેન ભરતભાઈ સસાંગીયા, માતા
આ પણ વાંચો – Ahmedabad Cam App : જાહેરમાં કચરો અને થૂંકનાર અમદાવાદીઓ ચેતી જજો નહીંતર ખેર નથી