Ahmedabad Cam App મેગા સીટિ અમદાવાદને સ્વચ્છ રાખવા માટે AMCએ એક પરિયોજના અમલી બનાવશે. એપ્રિલ મહિનામાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો ખેચી મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલોડ કરી શકશો છો, તેના બદલામાં તમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. ગંદકી કરનારા વાહનના નંબર પ્લેટ પરતી વિગતો મેળવી ઘરે નોટિસ મોકલીને દંડ વસૂલ કરવામાં આવશે.
Ahmedabad Cam App -નોંધનીય છે કેઆ અભિયાનના ભાગરૂપે, એપ પર ફોટો અપલોડ કરનારા નાગરિકોને જાણીતા બ્રાન્ડના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે, જેને તેઓ નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની કિંમત મુજબ ખરીદી માટે ઉપયોગ કરી શકશે.આ ઉપરાંત, જો કોઇ વ્યક્તિ ગંદકી કરે અને ગાડીમાંથી થૂકે, તો તેના વાહનની નંબર પ્લેટના આધારે, કોર્પોરેશન તેના ઘર પર નોટિસ મોકલી અને દંડ વસૂલ કરશે. આ એપ્લિકેશન હાલ અંતિમ તબક્કામાં છે અને આગામી મહિને લોન્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે AMCએ જાહેરમાં ગંદકી કરનારા લોકો સામે ખાસ અભિયાન શરૂ કર્યો છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ગંદકી કરતી દુકાનો, રેસ્ટોરંટ કે હોટેલોને દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી પણ સ્થળ પર જ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ આ અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી લોન્ચ થનારી એપ્લિકેશનથી ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઈડમાં આવતા વાહનો, ગંદકી, કચરો સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. લોકો જ્યાંથી પણ ફોટો લેશે તેમાં જીઓ ટેગિંગથી ઓટોમેટિક લોકેશન આવશે. જેથી લોકોએ અલગથી એડ્રેસ આપવાની જરૂર રહેશે નહીં. દંડની રકમ માટે આરટીઓને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે. જેથી નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોના ઘરે નોટિસ મોકલી શકાશે
આ પણ વાંચો – Fitness Tips by PM Modi : સેલવાસમાં પીએમ મોદીએ આરોગ્ય અંગે ચેતવણી આપી, આપ્યો ફિટનેસનો મહત્વનો મંત્ર!