સંભલમાં મુસ્લિમ વિસ્તારમાંથી 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું, વીજ ચેકિંગ દરમિયાન થયો ખુલાસો

ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસા બાદ તાજેતરમાં બદમાશો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ વીજળી ચોરીની હાલત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. વાસ્તવમાં, વીજળી વિભાગના અધિકારીઓએ એસપીને જણાવ્યું હતું કે જ્યારે અમે ચેકિંગ માટે જઈએ છીએ, ત્યારે દબંગ લોકો અમને ધમકી આપે છે. જોઈ લેવાની ધમકી આપે છે. આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ગેરકાયદેસર અતિક્રમણ અને વીજળી ચોરી સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી

સંભલ  આ મંદિર 1978નું હોવાનું કહેવાય છે મસ્જિદો અને ઘરોમાં દરોડા દરમિયાન મોટા પાયે વીજળી ચોરીનો ખુલાસો થયો હતો. પરંતુ આ સમય દરમિયાન શનિવારે સવારે પોલીસ ત્યારે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે દીપા રાય વિસ્તારમાં ચેકિંગ દરમિયાન તેમને અચાનક એક મંદિર મળ્યું જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. ત્યારબાદ ડીએમ એસપી અને ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 46 વર્ષથી બંધ આ મંદિર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરથી 200 મીટરના અંતરે જોવા મળ્યું હતું. મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત છે.

આ મામલાને લઈને એડિશનલ એસપી શ્રીશ ચંદ્રાએ કહ્યું, ‘ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક લોકોએ મકાનો બનાવીને મંદિર પર કબજો કરી લીધો છે. મંદિરની સફાઈ કરવામાં આવી છે અને મંદિરમાં અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મંદિરમાં ભગવાન શિવ અને હનુમાનજીની મૂર્તિઓ છે. એક સમયે આ વિસ્તારમાં હિન્દુ પરિવારો રહેતા હતા અને કેટલાક કારણોસર તેઓએ આ વિસ્તાર છોડી દીધો હતો. ડીએમ સંભલ રાજેન્દ્ર પાંસિયાએ જણાવ્યું કે મુસ્લિમ વસ્તીની વચ્ચે બંધ મંદિર પાસે એક પ્રાચીન કૂવો હોવાની માહિતી પણ મળી છે. કૂવો ખોદવામાં આવી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારમાં થયેલા અતિક્રમણને પણ તોડી પાડવામાં આવશે.

આ પણ વાંચો – Girnar Travel Advisory : ગિરનાર જવાનું પ્લાન કરી રહ્યા છો? પહેલા આ સમાચાર વાંચી લેજો નહીંતર પસ્તાશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *