ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બોઇલર વિસ્ફોટ થતાં 11 શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તે ફાયરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી. ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી.
ઉલ્લેખનીય છે કે મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા એ સમયે અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, સાત જેટલા મજૂરના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે