ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જૂનાગઢમાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.જૂનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા છે. જૂનાગઢના માળીયા હાટીનાના ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.ભંડુરી નજીક સોમનાથ જેતપુર હાઈવે ઉપર એક કાર સોમનાથ તરફ જઇ રહી હતી ત્યારે આ કાર ચાલકે કાબૂ ગુમાવતા ડીવાઈડર કુદીને કાર રોગ સાઇડમાં જતા સામેથી આવતી કાર સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.