સેન્સેકસ 930 અંક તૂટતા રોકોણકારોના 8.51 લાખ કરોડ ડૂબ્યા

સેન્સેકસ

  સેન્સેકસ  શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં ICICI બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 29 શેર રેટ એલર્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ શેરોમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર (M&M શેર)માં 3.29 ટકા આવ્યો છે.

  સેન્સેકસ JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, L&T, મારુતિ સુઝુકી, IndusInd Bank, Tata Motors, SBI જેવા શેર લગભગ 3 ટકા તૂટ્યા છે. NSEના 2,825 શેરોમાંથી 299 શેર વધ્યા હતા, જ્યારે 2,466 શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. 60 શેર યથાવત રહ્યા હતા. 48 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે 150 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. 49 શેર અપર સર્કિટ પર અને 309 શેર લોઅર સર્કિટ પર હતા.

આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો
આજે નિફ્ટી બેંકથી લઈને હેલ્થ સેક્ટર સુધીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. PSU બેન્કોમાં 4.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં આ ઘટાડો વધુ ગંભીર છે. BSE સ્મોલકેપમાં 2,186.12 પોઈન્ટ્સ જ્યારે BSE મિડકેપમાં 1,214.83 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો રેડ ઝોનમાં છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,53,65,023.74 કરોડથી રૂ. 8.51 લાખ કરોડ ઘટીને રૂ. 4,45,13,502 કરોડ થયું છે

આ પણ વાંચો –  લોરેન્સ બિશ્નોઈ નો એન્કાઉન્ટર કરનારને 1 કરોડ રૂપિયાની ઇનામ મળશે, જાણો કોણ કરી આ જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *