સુરત સામુહિક આપઘાત – ડાયમંડ નગરી સુરતમાં એકવાર ફરીથી સામુહિક આપઘાતની દુઃખદ ઘટના બની છે. શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં ફસાયેલા પુત્રએ માતા-પિતા સાથે ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને પોલીસને જાણ કરી હતી.
સુરત સામુહિક આપઘાત – મળતી માહિતી અનુસાર, પુત્ર બેંક લોનના કામકાજને કારણે ભારે દેવું ઊભું થતાં આર્થિક સંકડામણમાં વિમુક્ત થવા માટે આ પગલું ભર્યું. મૃતકોના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારોના દબાણથી હેરાન થઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમરોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઘટના પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે. આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા