Fix Pay Allowance Hike 2025: ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશખબર: સરકાર દ્વારા ભથ્થાંમાં નોંધપાત્ર વધારો

Fix Pay Allowance Hike 2025

Fix Pay Allowance Hike 2025:  ગુજરાત સરકાર તરફથી ફિક્સ પે પર સેવા આપી રહેલા કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગે ભથ્થાંમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેનાથી રાજ્યભરના લાખો કર્મચારીઓને રાહત મળશે.

નવી વ્યવસ્થા હેઠળ, જો કર્મચારીને 12 કલાકથી ઓછા સમય માટે કામગીરી માટે બહાર મોકલવામાં આવે છે તો અગાઉ મળતું રૂ.120નું ભથ્થું હવે રૂ.200 કરવામાં આવ્યું છે. એ જ રીતે, 12 કલાકથી વધુના રોકાણ માટે અત્યાર સુધી રૂ.240 મળતું હતું, જેને હવે વધારીને રૂ.400 કરવામાં આવ્યું છે. સાથે સાથે, કર્મચારીઓને એસટી બસ તેમજ રેલ્વે દ્વારા મુસાફરી ભાડાનું ચૂકવણી ધોરણ પણ નક્કી કરવામાં આવ્યું છે.

છેલ્લાં ઘણા વર્ષોથી રાજ્યમાં ફિક્સ પે વ્યવસ્થાનો તીવ્ર વિરોધ થતો રહ્યો છે. આ વિવાદનો મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનાએ કર્મચારીઓને ઘણું ઓછું વેતન આપવામાં આવે છે. ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ પાંચ વર્ષ સુધી નિશ્ચિત પગાર પર નોકરી કરવી પડે છે, જેનાથી તેમના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ સર્જાય છે.

હવે જ્યારે રાજ્ય સરકારે ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કર્યો છે, ત્યારે આશા છે કે ફિક્સ પે અંગેના વિરોધમાં થોડી શાંતિ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *