કંગાળ પાકિસ્તાન કટોરો લઇને આ દેશ સામે હાથ ફેલાવ્યો

દેવામાં ડૂબેલા કંગાળ પાકિસ્તાન પાકિસ્તાન લગભગ દરરોજ જુદા જુદા દેશો પાસેથી લોન માંગે છે. પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે પાકિસ્તાને ચીનને તેની હાલની સ્વેપ લાઇન વધારીને $1.4 બિલિયન કરવાની વિનંતી કરી છે.પાકિસ્તાનના નાણા મંત્રી ઔરંગઝેબે તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પહેલાથી જ 30 બિલિયન યુઆનની સ્વેપ લાઈન છે. પરંતુ હવે તે તેને વધુ વધારવાની માંગ કરી રહ્યા છે.

કંગાળ પાકિસ્તાન ના નાણા મંત્રીના જણાવ્યા અનુસાર, ચીનની સેન્ટ્રલ બેંક આર્જેન્ટિના અને શ્રીલંકા જેવા દેશો માટે કરન્સી સ્વેપ લાઇનને પ્રોત્સાહન આપી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પણ પોતાનો પહેલો પાંડા બોન્ડ જારી કરવા જઈ રહ્યું છે. પાંડા બોન્ડ્સ ચીનના સ્થાનિક બોન્ડ માર્કેટ પર જારી કરાયેલ દેવાનો સંદર્ભ આપે છે.

પાકિસ્તાનના નાણામંત્રી ઔરંગઝેબનું કહેવું છે કે અમે IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 1 બિલિયન ડૉલરની લોન મેળવી શકીએ છીએ. આનાથી આપણા દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં ઘણી મદદ મળશે.પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ માત્ર 15 અબજ ડોલર છેઆપને જણાવી દઈએ કે ચારેય બાજુથી દેવામાં ડૂબેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. તેની વિદેશી મુદ્રા ભંડાર માત્ર $15 બિલિયનની આસપાસ છે. તે જ સમયે, ભારતનું ફોરેક્સ રિઝર્વ $677.83 બિલિયન છે.

પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે. ત્યાં ચોખા 340 રૂપિયા પ્રતિ કિલો, ઈંડા 332 રૂપિયા પ્રતિ ડઝન, સફરજન 288 રૂપિયા પ્રતિ કિલો, ચિકન 800 રૂપિયા પ્રતિ કિલો, દૂધ 224 રૂપિયા પ્રતિ લિટર, ટામેટાં 150 રૂપિયા પ્રતિ કિલો, બટાટા 105 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળી 145 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

એટલું જ નહીં, પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે ત્યાં પીવાનું પાણી પણ 105 રૂપિયા પ્રતિ લિટરે મળે છે. તે જ સમયે, ભારતમાં  વોટરની કિંમત 15-20 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પણ વાંચો-  પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીની ભારતને પરમાણુની ગીદડ ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *