મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!

મહેમદાવાદ નગરપાલિકા
મહેમદાવાદ નગરપાલિકા – ખેડા જિલ્લાનું  ઐતિહાસિક મહેમદાવાદ શહેર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચેના અસંતોષને કારણે ચર્ચામાં છે. શહેરના રહેવાસીઓ ગટરના ગરકાવ, કચરાના ઢગલા અને પાણીની અછત જેવી પાયાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી રહી છે.
ગટરના ગરકાવથી શહેર બદહાલ, રહેવાસીઓ પરેશાન
મહેમદાવાદ નગરપાલિકા- મહેમદાવાદની ગલીઓમાં ચોમેર ગટરના પાણીના ગરકાવ જોવા મળે છે,ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અનેકવાર આ મુદ્દે નગરપાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરે છે, પરંતુ તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. એક પ્રતિનિધિએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “બે વર્ષ સુધી વહીવટદારના હાથમાં સત્તા હતી, જેના કારણે અધિકારીઓને હવે કામ કરવામાં આળસ આવે છે. અમે રજૂઆતો કરીએ છીએ, પણ ‘કરીશું’ની નીતિ સિવાય કોઈ પગલાં લેવાતાં નથી.”હાલ ગટરના પાણીના નિકાલ  માટે ચાર નવા કૂવા તૈયાર કરવામાં આવનાર છે. 
શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આરોપ છે કે નગરપાલિકાના અધિકારીઓ તેમની વાતને અવગણે છે, જેના કારણે શહેરની પાયાની સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. કચરાના નિકાલ, ગટરની સફાઈ અને પાણીની સમસ્યાને લઈને વારંવાર ફરિયાદો થાય છે, પરંતુ અધિકારીઓની ઉદાસીનતાને કારણે શહેરની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે.
નિરાકરણના પ્રયાસો, પરંતુ ધીમી ગતિ
હાલમાં ગટરના ગરકાવના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસોની ગતિ ધીમી હોવાને કારણે રહેવાસીઓમાં નારાજગી વધી રહી છે. શહેરના વાવ ફળીયા વિસ્તારના એક રહેવાસીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “અમે દર વખતે ફરિયાદ કરીએ છીએ, પણ કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. નગરપાલિકાને શહેરની સમસ્યાઓની કોઈ પડી નથી.
મહેમદાવાદના રહેવાસીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે માંગ કરી રહ્યા છે કે નગરપાલિકાના અધિકારીઓએ તેમની જવાબદારી ગંભીરતાથી નિભાવવી જોઈએ. શહેરની પાયાની સમસ્યાઓ જેમ કે ગટર, કચરો અને પાણીની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનની જરૂર છે. જો આ નિષ્ક્રિયતા ચાલુ રહેશે, તો શહેરની જનતાનો રોષ વધુ ઉગ્ર બની શકે છે.આ મામલે વહેલી તકે નિરાકરણ આવે તો શહેરની પ્રજાના પાયાના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તેમ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *