ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લા DSP રાજેશ ગઢીયા સાથે મુલાકાત કરી, પશુ હેરફેરમાં કનડગત રોકવા કરાઇ રજૂઆત

ગુજરાત મુસ્લિમ સેવા સમાજ – બકરી ઈદ 2025 નિમિત્તે ગુજરાતમાં પશુઓની હેરાફેરી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા થતી મારપીટ અને હેરાનગતિના મુદ્દે ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આ અંગે રજૂઆત કરી. આ મુલાકાત તા. 2 જૂન, 2025ના રોજ સોમવારે યોજાઈ હતી, જેમાં સમાજે પશુ હેરાફેરી દરમિયાન બિનજરૂરી કનડગત અને હેરાનગતિ રોકવા માટે વિશેષ વિનંતી કરી.

ગુજરાત મુસ્લિમ સેવા સમાજ – ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ડીએસપી રાજેશ ગઢીયા સાથેની બેઠકમાં જણાવ્યું કે, બકરી ઈદ દરમિયાન પશુઓની હેરાફેરી કરતા વાહનોને કેટલાક અસામાજિક તત્વો રોકીને મારપીટ અને હેરાનગતિની ઘટનાઓ આચરે છે. આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ તંત્રની મદદની જરૂર હોવાનું સમાજે ભારપૂર્વક જણાવ્યું હતું. ડીએસપી રાજેશ ગઢીયાએ આ મુદ્દે સહયોગ આપવાની વાત કરી હતી.

ડીએસપી રાજેશ ગઢીયાએ આ મુલાકાત દરમિયાન સમાજની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી અને આગામી દિવસોમાં પશુ હેરાફેરી દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી, જેથી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય.

ગુજરાત મુસ્લિમ સેવા સમાજે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન પણ પશુ હેરાફેરી માટે સમાન સહયોગ અને સુરક્ષા પૂરી પાડવા માટે વિનંતી કરી. ડીએસપી અને ખેડા જિલ્લા પોલીસ સ્ટાફના સહકાર બદલ ગુજરાત મુસ્લિમ સેવા સમાજે આભાર વ્યક્ત કર્યો.આ મુલાકાતમાં ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મધ્ય ગુજરાતના પ્રમુખ કરીમ ભાઈ મલેક, ,બસીર ભાઈ સૈયદ, જીંજર ગામ ના ડેપ્યુટી સરપંચ,રઝાક ભાઈ જીરાવાલા તેમ જ નગરપાલિકા ના યુવા કાઉન્સિલર એજાઝ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો-  નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *