EC press conference: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને મતદાર યાદી અંગે તેમણે જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પુરાવા હોય તો તેમણે 7 દિવસની અંદર સોગંદનામું આપવું પડશે, નહીં તો તેમણે આખા દેશની માફી માંગવી પડશે.
EC press conference: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, “મતદાર યાદી સાફ કરવી એ એક સહિયારી જવાબદારી છે, પરંતુ બિહારમાં અમારા બૂથ લેવલ અધિકારીઓએ બૂથ લેવલ એજન્ટો અને રાજકીય પક્ષો સાથે મળીને કામ કર્યું છે.
” મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘કદાચ એટલા માટે જ 1 ઓગસ્ટથી કોઈ રાજકીય પક્ષે એક પણ વાંધો નોંધાવ્યો નથી. આનો અર્થ ફક્ત બે જ થઈ શકે છે – શું ડ્રાફ્ટ યાદી સંપૂર્ણપણે સાચી છે? જેને ચૂંટણી પંચ સ્વીકારતું નથી, ચૂંટણી પંચ કહી રહ્યું છે કે તેમાં ભૂલો હોઈ શકે છે, ચાલો તેને સુધારીએ, હજુ 15 દિવસ બાકી છે, જો 1 સપ્ટેમ્બર પછી પણ આ જ પ્રકારના આરોપો આવવા લાગે તો જવાબદાર કોણ? દરેક માન્યતા પ્રાપ્ત પક્ષ પાસે હજુ 15 દિવસ બાકી છે… હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરું છું કે તેઓ 1 સપ્ટેમ્બર પહેલા તેમાં રહેલી ભૂલો દર્શાવે, ચૂંટણી પંચ તેમને સુધારવા માટે તૈયાર છે…’
આ પણ વાંચો: PM Modi Red Fort Speech: PM મોદીની આ 5 મોટી જાહેરાતના લીધે સોમવારે શેરબજારમાં તેજી આવશે?