Cryptocurrency racket ના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કરાઇ કાર્યવાહી

Cryptocurrency racket ગુજરાતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અને પોલીસે આવા ગુનાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત, સાયબર ગુનેગારો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Cryptocurrency racket  સાયબર ક્રાઇમ પોલીસે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન દ્વારા ગુના આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના સાત આરોપીઓ—સાવન ઠક્કર, ધવલ ઠક્કર, ગોવિંદ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી, કેવલ ગઢવી, હસમુખ પટેલ અને મિલન—વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. આમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના વિરુદ્ધ 404 સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓના ખાતામાં 300 કરોડ રૂપિયાના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાંથી 16 કરોડ રૂપિયા ફ્રોડના હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ગેંગ લોકોને ક્રિપ્ટો કરન્સી, શેરબજારમાં રોકાણ અને અન્ય બહાને છેતરીને પૈસા પડાવતી હતી. આ ગેંગ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલી હતી, જે લોકોને છેતરીને ફ્રોડના પૈસા ક્રિપ્ટો કરન્સી દ્વારા મેળવતી હતી.આરોપીઓ વિરુદ્ધ અમદાવાદમાં ત્રણ ગુના (1.48 કરોડનો ડિજિટલ એરેસ્ટ, 59 લાખ અને 36 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ) અને ગાંધીધામમાં એક ગુનો (36 લાખનો ડિજિટલ એરેસ્ટ) નોંધાયો છે. સાયબર ગુનાઓ પર અંકુશ લાવવા અને લોકોને ઠગાઈનો ભોગ બનતા રોકવા, સાયબર ક્રાઇમ પોલીસે ગુજસીટોક હેઠળ આ પ્રથમ કાર્યવાહી કરી છે, જે આવા ગુનેગારો માટે ચેતવણીરૂપ છે.

આ પણ વાંચો:   NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર,ધોરણ 3થી 12માં ભણાવાશે જવાનોની વીરગાથા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *