Delhi Blast દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે ૬:૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકનો વિસ્તારમાં એક કારમાં મોટો વિસ્ફોટ થયો હતો. પાર્ક કરેલી એક i20 કારમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટે ફરી એકવાર દિલ્હીની શાંતિ ડહોળી નાખી છે. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે નજીકના ૫થી ૬ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની દુકાનોના કાચ પણ તૂટી ગયા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
Delhi Blast ગૃહમંત્રી હોસ્પિટલમાં, હાઈ-લેવલ તપાસ શરૂ
દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં આઠ લોકોના કરુણ મોત થયાની અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. તમામ ઘાયલોને તાત્કાલિક લોક નાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત નાજુક છે. ઘટનાની ગંભીરતા જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોના ખબર-અંતર પૂછી, અધિકારીઓ પાસેથી સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ માંગ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
Delhi Blast શું વિસ્ફોટ પાછળ આતંકી ષડયંત્ર છે?
પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સીના સૂત્રોએ આને ‘ઉચ્ચ-તીવ્રતાનો વિસ્ફોટ’ ગણાવ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે વિસ્ફોટ પાછળ આતંકી સાજિશ હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. સંબંધિત સમાચારમાં દાવો કરાયો છે કે વિસ્ફોટવાળી i20 કાર સલમાન નામના વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરના તારિકને વેચી હતી, જેના કારણે પુલવામા સાથે જોડાણ હોવાની વાત ચર્ચામાં છે. જોકે, NIA અને દિલ્હી પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
જમ્મુ-ફરીદાબાદમાં જપ્તી અને દિલ્હીનો બ્લાસ્ટ
આ વિસ્ફોટથી માત્ર થોડા કલાકો પહેલા જ સોમવારે સવારે જમ્મુ અને કાશ્મીર તેમજ ફરીદાબાદ પોલીસે એક મોટી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ૨,૯૦૦ કિલો IED બનાવતા રસાયણો, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. હવે તપાસ એજન્સીઓ સામે મોટો સવાલ છે: શું દિલ્હીનો વિસ્ફોટ એ જ નેટવર્કની એક કડી છે? શું આજે સવારે જમ્મુ અને ફરીદાબાદમાં જે મૂળ ઉઘાડા પડ્યા, તેનું પરિણામ આ વિસ્ફોટ છે?
દિલ્હી વિસ્ફોટ: મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોની સંપૂર્ણ યાદી
Delhi Blast મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી (Total: ૮)
અશોક કુમાર, પુત્ર જગબંશ સિંહ, હસનપુર, અમરોહા (ઉત્તર પ્રદેશ).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૭).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૧૭).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૨૧).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૨૨).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૨૩).
અજાણ્યા વ્યક્તિ (નંબર ૨૫).
અજાણ્યા વ્યક્તિ (ડોક્ટરો દ્વારા પુષ્ટિ થયેલ ૮મો મૃતક).
Delhi Blast ઘાયલ વ્યક્તિઓની યાદી (Total: ૨૦)
શાયના પરવીન, પુત્રી મોહમ્મદ સૈફુલ્લાહ, ખ્વાબ બસ્તી, મિર્ફ રોડ, શકુર કી દાંડી, દિલ્હી.
હર્ષુલ, પુત્ર સંજીવ સેઠી, ગદરપુર, ઉત્તરાખંડ.
શિવ જયસ્વાલ, પિતા અજાણ્યા, દેવરિયા, ઉત્તર પ્રદેશ.
સમીર, પિતા અજાણ્યા, મંડાવલી, દિલ્હી.
જોગીન્દર, પિતા અજાણ્યા, નંદ નગરી, દિલશાદ ગાર્ડન, દિલ્હી.
ભવાની શંકર સહારામા, પિતા અજાણ્યા, સંગમ વિહાર, દિલ્હી.
ગીતા, પુત્રી શિવ પ્રસાદ, કૃષ્ણ વિહાર, દિલ્હી.
વિનય પાઠક, પુત્ર રામકાંત પાઠક, આયા નગર, દિલ્હી.
પપ્પુ, પુત્ર દુધવી રામ, આગ્રા, ઉત્તર પ્રદેશ.
વિનોદ, પુત્ર વિશાલ સિંહ, બટજીત નગર, દિલ્હી.
શિવમ ઝા, પુત્ર સંતોષ ઝા, ઉસ્માનપુર, દિલ્હી.
અજાણ્યો (અમન).
મોહમ્મદ શાહનવાઝ, પુત્ર અહેમદ ઝમાન, દરિયાગંજ, દિલ્હી.
અંકુશ શર્મા, પુત્ર સુધીર શર્મા, પૂર્વ રોહતાશ નગર, શાહદરા.
મોહમ્મદ ફારૂક, પુત્ર અબ્દુલ કાદિર, દરિયાગંજ, દિલ્હી.
તિલક રાજ, પુત્ર કિશન ચંદ, રોહમપુર, હિમાચલ પ્રદેશ.
અજાણ્યો વ્યક્તિ (નંબર ૨૦).
મોહમ્મદ સફવાન, પુત્ર મોહમ્મદ ગુફરાન, સીતા રામ બજાર, દિલ્હી.
મોહમ્મદ દાઉદ, પુત્ર જાનુદ્દીન, અશોક વિહાર લોની, ગાઝિયાબાદ.
કિશોરી લાલ, પુત્ર મોહન લાલ, યમુના બજાર, કાશ્મીરી ગેટ, દિલ્હી.
આઝાદ, પુત્ર રસુલુદ્દીન, પંચવી પુષ્ટ, કરતાર નગર, દિલ્હી
આ પણ વાંચો: JNU વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં લેફ્ટ યુનિટીનો દબદબો, તમામ ચાર સીટો પર વિજય

