Delhi Blast car સોમવારે સાંજે ૭ વાગ્યે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભીષણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે નજીકમાં પાર્ક કરેલી ઘણી કારમાં આગ લાગી અને તેમને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં દિલ્હી-NCRમાં તાત્કાલિક ધોરણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Delhi Blast car કારના માલિકની અટકાયત અને પુલવામાનો દોર
તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિસ્ફોટગ્રસ્ત i20 કારની માલિકીની કડીઓ મળી. ગુરુગ્રામ પોલીસે શિવાજી નગર વિસ્તારના રહેવાસી સલમાન નામના વ્યક્તિની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સલમાને ખુલાસો કર્યો કે તેણે આ કાર દિલ્હીના ઓખલામાં રહેતા દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી. લેટેસ્ટ માહિતી અનુસાર, આ કાર અનેક લોકોના હાથમાંથી પસાર થઈને અંતે પુલવામાના રહેવાસી તારિક સુધી પહોંચી હતી. ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસને તમામ માહિતી પૂરી પાડી છે. જોકે, પોલીસ તપાસમાં સલમાનની સીધી સંડોવણીની કોઈ શંકા ન મળતાં, તપાસનો મુખ્ય દોર હવે દેવેન્દ્ર અને પુલવામાના તારિક તરફ વળ્યો છે.

વિસ્ફોટક કાર પુલવામાના તારીકને વેચવામાં આવી હતી, ફોટો તારીકનો છે.
NIAની ટીમ મેદાનમાં, મેટ્રો સ્ટેશન બંધ
વિસ્ફોટની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી.NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષાના કારણોસર તકેદારીના ભાગરૂપે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બે દરવાજા—ગેટ નંબર ૧ (ચાંદની ચોક તરફ) અને ગેટ નંબર ૪ (લાલ કિલ્લા તરફ)—હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.
Delhi Blast car ગૃહમંત્રીનું નિવેદન: સંપૂર્ણ તપાસના આદેશ
ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપીને ખાતરી આપી હતી કે વિસ્ફોટની જાણ થયાના ૧૦ મિનિટની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે જણાવ્યું કે NSG, NIA ટીમો અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીએ નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે “અમે બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું.” ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનર સાથે સતત વાતચીત કરી, ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેવાની ખાતરી આપી હતી.

