Iran US Water War : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ભયાનક અને અમાનવીય વળાંક પર પહોંચી ગયું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અમેરિકા અને તેના સાથી દેશો ઈરાનની જનતાને ‘તરસે મારવા’ (Kill with thirst) ની રણનીતિ અપનાવી રહ્યા છે. ઈરાનના મહત્વના વોટર પ્લાન્ટ્સ અને પીવાના પાણીની સુવિધાઓ પર થયેલા હુમલા બાદ આ નિવેદન સામે આવ્યું છે.
Iran US Water War : ‘વોટર વોર’: પીવાના પાણીના પ્લાન્ટ્સ નિશાના પર
વિદેશ મંત્રી અરાઘચીએ જણાવ્યું હતું કે, સૈન્ય ઠેકાણાઓ બાદ હવે જાણીજોઈને નાગરિક સુવિધાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ઈરાનના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટ્સ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેના કારણે લાખો લોકો માટે પીવાના પાણીનું સંકટ ઉભું થયું છે. અરાઘચીએ આને ‘યુદ્ધ અપરાધ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ બાબતે મૌન ન રહેવું જોઈએ.
માનવીય કટોકટીની ભીતિ
જો પાણીના પ્લાન્ટ્સ પર હુમલા ચાલુ રહેશે, તો ઈરાનમાં ભયાનક માનવીય કટોકટી સર્જાઈ શકે છે. હોસ્પિટલો, શાળાઓ અને સામાન્ય ઘરોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ઈરાની સરકારે દાવો કર્યો છે કે અમેરિકા સૈન્ય રીતે હરાવવાને બદલે જનતાને પાયાની સુવિધાઓથી વંચિત રાખીને દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈરાનનો વળતો જવાબ આપવાની તૈયારી
અરાઘચીએ ચેતવણી આપતા કહ્યું કે, જો અમારા લોકોના જીવન સાથે આ રીતે રમત રમવામાં આવશે, તો ઈરાન પણ ચૂપ નહીં બેસે. અમેરિકા અને ઈઝરાયેલે આ પ્રકારના ‘વોટર વોર’ ના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે અને વૈશ્વિક સ્તરે માનવાધિકાર સંગઠનોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ‘ખામેની અમારા નેતા, અમે શહીદોના સંતાનો છીએ…’, સુપ્રીમ લીડરના નિધન બાદ ઈરાનમાં પ્રથમ જુમ્માની નમાજ

