વાહનચાલકોને મોંઘવારીનો ડામ: અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો વધારો

CNG Price Hike

CNG Price Hike : ગુજરાતમાં વાહનચાલકો અને મધ્યમ વર્ગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (Adani Total Gas Limited) દ્વારા સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાને પગલે રિક્ષાચાલકો અને સીએનજી વાહન ધરાવતા નાગરિકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.

CNG Price Hike: પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો વધારો

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને સપ્લાય ચેઈનના ખર્ચમાં થયેલા ફેરફારોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ તાત્કાલિક અસરથી અમલી બની ગયા છે.

જાણો ગુજરાતના વિવિધ શહેરોના નવા સીએનજી ભાવ

ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચના આધારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સીએનજીના ભાવમાં તફાવત જોવા મળે છે. 1.50 રૂપિયાના વધારા બાદ લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:

અમદાવાદ: નવો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો

નવસારી: નવો ભાવ 84.45 રૂપિયા પ્રતિ કિલો (રાજ્યમાં સૌથી વધુ)

ખેડા: નવો ભાવ 82.86 રૂપિયા પ્રતિ કિલો

ઝાલાવાડ: નવો ભાવ 82.61 રૂપિયા પ્રતિ કિલો

વડોદરા: નવો ભાવ 82.10 રૂપિયા પ્રતિ કિલો

સામાન્ય નાગરિકો અને ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા

છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે પેટ્રોલ-ડીઝલ અને સીએનજી વચ્ચેનો ભાવ તફાવત ઘટવા લાગ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ચાલતી હજારો રિક્ષાઓના ચાલકોની દૈનિક આવક પર આ વધારાની સીધી અસર પડશે. ટ્રાન્સપોર્ટરો દ્વારા એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સીએનજી મોંઘો થવાથી આગામી સમયમાં નૂર ભાડામાં પણ વધારો થઈ શકે છે, જેની સીધી અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પર પડશે.

આ પણ વાંચો: Gujarat Tenancy Act 2026 : ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગણોતિયાઓને જમીન માલિક બનવા વધુ એક વર્ષની મહોલત મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *