ફોર્મ 6 વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે કોઈ ફેરફારને મંજૂરી નથી આપી,” ચૂંટણી પંચ પાસે માંગ્યો રેકોર્ડ

Form 6 Controversy

Form 6 Controversy  મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. વોટર રજિસ્ટ્રેશન માટેના ‘ફોર્મ 6’માં કરવામાં આવેલા કથિત ફેરફારો અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે સર્વોચ્ચ અદાલતે આવા કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. કોર્ટ હવે એ જાણવા માંગે છે કે આખરે કોના આદેશથી આ ફેરફારો કરવામાં આવ્યા હતા, જેના માટે ચૂંટણી પંચ પાસેથી સત્તાવાર રેકોર્ડ માંગવામાં આવ્યો છે.

આ ટિપ્પણી બાદ વિરોધ પક્ષોએ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જ્ઞાનેશ કુમાર પર સીધો આરોપ લગાવ્યો છે કે તેમણે અમુક ચોક્કસ મતદારોના નામ દૂર કરવાના ઈરાદાથી જાણીજોઈને ફોર્મ 6માં ગેરકાયદેસર ફેરફારો કર્યા છે.

Form 6 Controversy આખરે ફોર્મ 6 શું છે અને તેમાં શું ઉમેરાયું?

ફોર્મ 6 એ એક એવી અરજી છે, જેના દ્વારા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા કોઈપણ પાત્ર ભારતીય નાગરિક પ્રથમ વખત મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરે છે.

આખો વિવાદ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન ફોર્મમાં ઉમેરવામાં આવેલા એક વધારાના ઘોષણાપત્રને લઈને છે. નવા મતદારોને આ ફોર્મમાં એવી માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું કે અગાઉના SIR દરમિયાન તેમનું, તેમના માતા-પિતાનું કે દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં હતું કે નહીં?

જોકે, ચૂંટણી પંચનો દાવો છે કે તેમણે ફોર્મ 6ના મૂળ માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી, માત્ર SIRની જરૂરિયાત મુજબ એક અલગ ઘોષણાપત્ર જોડ્યું છે. પરંતુ અરજદારોનો સીધો સવાલ એ છે કે જો આ માત્ર એક સામાન્ય ઘોષણાપત્ર હતું, તો તેને લાગુ કરવાનો વહીવટી નિર્ણય કોણે અને કઈ સત્તા હેઠળ લીધો?

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં શું કહ્યું?

સોમવારની સુનાવણીમાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ ફોર્મ 6માં ઉમેરાયેલી નવી શરતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં CJI સૂર્યકાંતે સ્પષ્ટતા કરી કે, “કોર્ટે કોઈપણ સુધારેલા ફોર્મ 6ને મંજૂરી આપી નથી.” વધુમાં તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી પંચનો રેકોર્ડ કોર્ટમાં આવશે, ત્યારે તેઓ તપાસ કરશે કે આ નિર્ણયો કોણે લીધા છે. જો નિર્ણય સર્વસંમતિ કે બહુમતી વિના માત્ર એકપક્ષીય રીતે લેવાયો હશે, તો તેને રદ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને 4 અઠવાડિયાની નોટિસ

કોર્ટે હાલ પૂરતો CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ આ ગંભીર મામલે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, CEC જ્ઞાનેશ કુમાર, બંને ચૂંટણી કમિશનરો (ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી), નાયબ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ અને DG (IT) સીમા ખન્નાને સત્તાવાર નોટિસ ફટકારીને 4 અઠવાડિયામાં વિગતવાર જવાબ માંગ્યો છે. કોર્ટ હવે એ તપાસશે કે SIR સંબંધિત મોટા નિર્ણયો માત્ર CEC દ્વારા લેવાયા છે કે તેમાં સમગ્ર પંચની કાનૂની સંમતિ હતી.

mustak malek

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *