Bengal CM Oath Ceremony: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Assembly Elections) ભારતીય જનતા પાર્ટીની (BJP) ઐતિહાસિક અને પ્રચંડ જીત બાદ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની ગઈ છે. બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ (Swearing-in Ceremony) આગામી 9 મેના રોજ યોજાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ (Samik Bhattacharya) આ અંગે સત્તાવાર માહિતી આપી છે.
Bengal CM Oath Ceremony: ચૂંટણી પરિણામો: ભાજપની ઐતિહાસિક જીત
પશ્ચિમ બંગાળમાં આ વખતે 23 એપ્રિલ અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન થયું હતું, જેના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે બહુમતીના આંકડાને પાર કરતા 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને (TMC) કારમી શિકસ્તનો સામનો કરવો પડ્યો છે અને પાર્ટી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસને 2, AJUP ને 2 અને CPI(M) ને માત્ર 1 બેઠક મળી છે.
ભવાનીપુરમાંથી મમતા બેનર્જીની હાર
આ ચૂંટણીના પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબત ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) હાર છે. ભવાનીપુર બેઠક (Bhabanipur Seat) પરથી ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) મમતા દીદીને 15,114 મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે. નોંધનીય છે કે સુવેન્દુ અધિકારીએ બીજી વખત મમતાને હરાવ્યા છે, અગાઉ 2021 માં નંદીગ્રામમાં પણ તેમણે દીદીને મ્હાત આપી હતી.
કોણ બનશે બંગાળના મુખ્યમંત્રી?
બંગાળમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ મુખ્યમંત્રીનો તાજ કોના શિરે સજાવાશે તેને લઈને હજુ સસ્પેન્સ અકબંધ છે. હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ (Dilip Ghosh), સુકાંત મજમુદાર (Sukanta Majumdar), અગ્નિમિત્રા પૉલ (Agnimitra Paul) અને રૂપા ગાંગુલીના (Roopa Ganguly) નામો મોખરે ચાલી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડ ટૂંક સમયમાં જ નવા સીએમના નામની સત્તાવાર જાહેરાત કરશે.
આ પણ વાંચો: ‘હું અમિત શાહ છું …’, બંગાળમાં મમતા દીદીને 12 વર્ષ પહેલાં આપેલો પડકાર આજે થયો પૂરો

