પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો: આજનો નવો ભાવ જુઓ

Petrol Diesel Price Hik આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ સંકટ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો ભાર વધ્યો છે. તેલ કંપનીઓએ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ૯૦ પૈસાનો ઝીંક્યો છે. ચિંતાજનક બાબત એ છે કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં સામાન્ય માણસને આ બીજો મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ રાષ્ટ્રીય વધારા બાદ દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે.

Petrol Diesel Price Hike દેશની રાજધાનીમાં કિંમતો નવી સપાટીએ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત અગાઉ ₹97.77 પ્રતિ લિટર હતી, જે ૯૦ પૈસા વધીને હવે ₹98.64 પ્રતિ લિટર થઈ ગઈ છે. આ જ રીતે ડીઝલના ભાવમાં પણ લિટર દીઠ ૯૦ પૈસાનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. નવી કિંમતો મંગળવાર સવારે ૬ વાગ્યાથી જ દેશભરમાં અમલી બની ગઈ છે. મેટ્રો શહેરો ઉપરાંત ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં સ્થાનિક વેટ (VAT) અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જના આધારે ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

સામાન્ય માણસનું બજેટ ખોરવાયું અને રાજકીય વિરોધ

શાકભાજી, દૂધ અને ખાદ્યતેલની મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪ દિવસમાં જ થયેલા આ બીજા વધારાથી મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઇંધણ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેના લીધે અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, આ ભાવ વધારાને લઈને વિપક્ષી દળોએ સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે અને સામાન્ય જનતાને રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *