Kheda BJP Minority Morcha :નડિયાદ કમલમ ખાતે મળી ખેડા જિલ્લા લઘુમતી મોરચાની મહત્વની બેઠક

Kheda BJP Minority Morcha : ખેડા જિલ્લા લઘુમતી મોરચાની [Kheda District Minority Morcha] પ્રથમ ઔપચારિક અને મહત્વપૂર્ણ બેઠક આજે નડિયાદ સ્થિત ભાજપના ‘કમલમ’ કાર્યાલય ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. મોરચાના પ્રભારી વજીરભાઈ કાજીના [Wazirbhai Kazi] અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા પાર્ટીના વિવિધ કાર્યક્રમો અને લોકકલ્યાણના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Kheda BJP Minority Morcha : પર્યાવરણ અને વિકાસ કાર્યો પર મૂકાયો ભાર

ગુજરાત પ્રદેશ મોરચાના અધ્યક્ષ નાહીનભાઈ કાજીની સૂચનાથી અને જિલ્લા મોરચાના અધ્યક્ષ ફૈયાઝઅલી સૈયદના [Faiyazali Saiyed] માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની [Narendra Modi] સરકારના “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” કાર્યક્રમ હેઠળ વિવિધ આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ [World Environment Day] નિમિત્તે મોરચાના દરેક મંડળમાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમો [Tree Plantation] યોજાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત 

નડિયાદ ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં ખેડા જિલ્લા અને તમામ તાલુકા/શહેર મંડળના સર્વે હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પાર્ટી દ્વારા સૂચવેલા અન્ય કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે ઉપસ્થિત તમામ સભ્યોને યોગ્ય માર્ગદર્શન [Proper Guidance] પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં માત્ર કાર્યક્રમોના આયોજન પૂરતી જ ચર્ચા નહોતી થઈ, પરંતુ લઘુમતી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને તેમના સર્વાંગી ઉત્કર્ષ માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ આગેવાનોએ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા બૂથ સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક કાર્યકરોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાજપે કરી મોટી જાહેરાત! ગુજરાત રાજ્યસભા માટે જાહેર કર્યા આ 4 ઉમેદવારોના નામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *