Prithvi Shaw Engagement ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) ફરી એકવાર પોતાની રમતને બદલે અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પૃથ્વી શો અને તેમની મંગેતર આકૃતિ અગ્રવાલ (Aakriti Agarwal) ના સંબંધોમાં મોટી તિરાડ પડી છે. માત્ર ત્રણ મહિના પહેલા જ સગાઈના બંધનમાં બંધાયેલી આ જોડી હવે અલગ થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Prithvi Shaw Engagement : સંબંધોમાં તિરાડ અને આકૃતિની સોશિયલ મીડિયા પોસ્ટ
આકૃતિ અગ્રવાલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી કેટલીક સ્ટોરીઝ આ સગાઈ તૂટ્યાના સ્પષ્ટ સંકેત આપી રહી છે. તેણે માત્ર પૃથ્વી શોને સોશિયલ મીડિયા પર અનફોલો જ નથી કર્યા, પરંતુ તેમની સગાઈની જૂની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. આકૃતિએ નામ લીધા વગર લખ્યું છે, “મને ઘણીવાર દગો મળ્યો છે, પણ મેં હંમેશા શાંતિ જાળવી રાખી. વિશ્વાસ નથી આવતો કે અફવાઓ સાચી છે.” આ પોસ્ટ બાદ ચાહકો માની રહ્યા છે કે આકૃતિ ઈશારામાં પૃથ્વી શો પર વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહી છે.
ક્રિકેટ કારકિર્દી પર પડી શકે છે અસર
પૃથ્વી શોનું નામ અગાઉ પણ અનેક વિવાદો સાથે જોડાઈ ચૂક્યું છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીતાડનાર આ ખેલાડી ટેસ્ટ ડેબ્યુમાં શાનદાર સદી ફટકારીને ખૂબ જ આશા જગાડી હતી. જોકે, ખરાબ ફોર્મ અને શિસ્તભંગના મુદ્દાઓને કારણે તે હાલ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ક્રિકેટના નિષ્ણાતોનું માનવું છે કે આવી અંગત ઘટનાઓ તેની એકાગ્રતા અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. હાલ પૃથ્વી શો કે આકૃતિ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો: આયર્લેન્ડે ભારતને 1 રને આપ્યો કારમો પરાજ્ય, T-20 સીરિઝ જીતીને રચ્યો ઇતિહાસ

