Ayatollah Ali Khamenei funeral : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનાઈના અંતિમ સંસ્કારને લઈને ઈરાન વહીવટીતંત્ર દ્વારા અત્યંત ચોંકાવનારી અને ગંભીર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જર્મન અખબાર ‘ડી વેલ્ટ’ના અહેવાલ મુજબ, અધિકારીઓ દ્વારા તેહરાનના ‘બેહિશ્ત-એ-ઝહરા’ કબ્રસ્તાનમાં હજારો નવી કબર ખોદવામાં આવી રહી છે.
Ayatollah Ali Khamenei funeral : ઈરાનની ઈમરજન્સી તૈયારી: હજારો કબર ખોદવાનો આદેશ
અધિકારીઓએ અંતિમ સંસ્કારના જુલૂસ દરમિયાન સંભવિત દુર્ઘટના, ભીડને કારણે સર્જાતી અફરાતફરી કે કોઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી યોજનાઓ તૈયાર કરી છે. આ આયોજન અંતર્ગત ૧,૫૦૦ થી ૩,૦૦૦ જેટલા લોકોના મૃત્યુની આશંકાને ધ્યાને રાખીને ૨,૦૦૦ થી ૩,૦૦૦ નવી કબર ખોદવામાં આવી રહી છે. તેહરાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ પણ આ તૈયારીઓની પુષ્ટિ કરી છે.
ભૂતકાળની દુર્ઘટનાઓ અને સુરક્ષાનો ડર
ઈરાન આ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં અંતિમ સંસ્કાર દરમિયાન મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે:
-
કાસિમ સુલેમાની: વર્ષ ૨૦૨૦માં કમાન્ડર કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર વખતે થયેલી ભીષણ ભીડ અને ભાગદડમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
-
રૂહોલ્લાહ ખુમેની: ૧૯૮૯માં ખુમેનીના અંતિમ સંસ્કાર દરમિયાન પણ અફરાતફરીમાં ૮ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરક્ષા વ્યવસ્થા અને અન્ય આયોજન
વહીવટીતંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થાપન માટે નીચે મુજબની તૈયારીઓ કરવામાં આવી છે:
-
તેહરાનમાં અવરજવર પર પ્રતિબંધ, હજારો બસોની વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટે ભોજન તથા આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
ભારે ગરમી અને અતિશય ભીડને કારણે સ્થિતિ જોખમી બની શકે છે, તેવો અધિકારીઓને ડર છે.
-
સુરક્ષાના મોરચે, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે અંતિમ સંસ્કાર દરમિયાન દેશને નિશાન બનાવવાનો કોઈ પણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. ઈઝરાયેલના રક્ષામંત્રીના તાજેતરના નિવેદન બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.ખામેનાઇના અંતિમ સંસ્કાર તેહરાનથી શરૂ થઈને કોમ, નજફ અને કરબલા થઈને ગુરુવારે ‘મશહદ’ શહેરમાં સંપન્ન થશે, જ્યાં તેમને દફનાવવામાં આવશે.ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનાઈના અંતિમ સંસ્કારને લઈને ઈરાન વહીવટીતંત્ર દ્વારા અત્યંત ચોંકાવનારી અને ગંભીર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જર્મન અખબાર ‘ડી વેલ્ટ’ના અહેવાલ મુજબ, અધિકારીઓ દ્વારા તેહરાનના ‘બેહિશ્ત-એ-ઝહરા’ કબ્રસ્તાનમાં હજારો નવી કબર ખોદવામાં આવી રહી છે.

