કચ્છ બોર્ડર પર મોટી ઘટના: ક્રીક વિસ્તારમાંથી 7 વર્ષનો પાકિસ્તાની બાળક મળી આવ્યો, BSFનું સર્ચ ઓપરેશન

Pakistani Infiltrator

 Pakistani Infiltrator કચ્છના અત્યંત સંવેદનશીલ અને સરહદી લખપતના ક્રીક વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે BSF દ્વારા એક Pakistani Infiltrator ને બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ, આ વિસ્તારમાં ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન એક 7 વર્ષીય નધણિયાતું પાકિસ્તાની બાળક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીમા સુરક્ષા દળે જુમન અહેમદ નામના એક Pakistani Infiltrator ને તેની બોટ સાથે પકડ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ શંકાસ્પદ કે આપત્તિજનક સામગ્રી મળી ન હતી. આ ઘટના બાદ BSF દ્વારા સરહદી પટ્ટી પર ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું હતું. આ તલાશી અભિયાન દરમિયાન સુરક્ષા દળોને પાકિસ્તાન તરફથી આવેલી વધુ એક શંકાસ્પદ લાવારિસ બોટ મળી આવી હતી.

Pakistani Infiltrator અનુમાન છે કે આ બોટ મૂકીને પાકિસ્તાની માછીમારો ક્રીકના પ્રવાહમાં અથવા સામે પાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે BSF ની ટુકડીએ આ લાવારિસ બોટ અને આસપાસના વિસ્તારમાં બારીકાઈથી તલાશી અભિયાન ચલાવ્યું, ત્યારે ત્યાંથી આશરે સાત વર્ષની વયનું એક માસૂમ પાકિસ્તાની બાળક મળી આવ્યું હતું. BSF જવાનોએ માનવતાવાદી અભિગમ દાખવીને આ બાળકને તાત્કાલિક પોતાની કસ્ટડીમાં લઈ સુરક્ષિત આશરો આપ્યો છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

કચ્છના અત્યંત સંવેદનશીલ અને સરહદી લખપતના ક્રીક વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે BSF દ્વારા એક Pakistani Infiltrator ને બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ, આ વિસ્તારમાં ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન એક 7 વર્ષીય નધણિયાતું પાકિસ્તાની બાળક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે.

શાસન બદલવાથી પરિસ્થિતિ નથી બદલાતી: RSS વડા મોહન ભાગવતનું વિજયાદશમી સંબોધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *