Yusuf Pathan Plot પશ્ચિમ બંગાળની બહરામપુર સીટથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ રહેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે મમતા બેનર્જી સામે બળવો કર્યાના બે મહિના બાદ ગુજરાતમાં મોટી રાહત મળી છે. Yusuf Pathan Plot મામલે વડોદરા મહાનગરપાલિકાએ તેમની તરફેણમાં નિર્ણય આપ્યો છે, જેનાથી તેમને આશરે રૂ. 15 કરોડનો ફાયદો થશે.
વડોદરા કોર્પોરેશન સામેના 978 ચોરસ મીટરના વિવાદિત પ્લોટમાં અંગેનો નિર્ણય તેમના પક્ષપલટા બાદ ઝડપથી ઉકેલાયો છે. આ પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન રહેણાંક હેતુ માટે ભેટ તરીકે આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીનનું ટ્રાન્સફર મૂલ્યાંકનના 55% કિંમતે (45% છૂટ સાથે) કરવામાં આવશે.
Yusuf Pathan Plot ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકાએ જૂન 2024માં આ અંગે નોટિસ મોકલી હતી, જે તેમને બહરામપુરથી TMC ટિકિટ પર જીત્યાના થોડા દિવસો બાદ મળી હતી. જૂન 2026માં બંગાળમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ પઠાણ નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા હતા. પક્ષપલટાના થોડા સપ્તાહમાં જ આ મામલો ઉકેલાઈ ગયો છે, જેને ભાજપ તરફથી આપવામાં આવેલી ભેટ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકાના રૂ. 2.10 લાખ પ્રતિ ચોરસ મીટરના દર મુજબ આ જમીનની વર્તમાન કિંમત રૂ. 20.53 કરોડ આંકવામાં આવી છે. સૂત્રો અનુસાર સરકાર તરફથી જમીન ફાળવણીની મંજૂરી મળી ગઈ છે. હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નિયમિત પ્રક્રિયા બાકી છે, જેમાં જનરલ બોર્ડ મિટિંગમાં દરખાસ્ત રજૂ થયા બાદ સ્થાયી સમિતિ વિચારણા કરશે. આ નિર્ણયથી યુસુફ પઠાણને મોટી આર્થિક રાહત મળવા જઈ રહી છે.પશ્ચિમ બંગાળની બહરામપુર સીટથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ રહેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે મમતા બેનર્જી સામે બળવો કર્યાના બે મહિના બાદ ગુજરાતમાં મોટી રાહત મળી છે. Yusuf Pathan Plot મામલે વડોદરા મહાનગરપાલિકાએ તેમની તરફેણમાં નિર્ણય આપ્યો છે, જેનાથી તેમને આશરે રૂ. 15 કરોડનો ફાયદો થશે.
EPF Withdrawal Rules 2026: PF ખાતામાં ₹2 લાખ હોય તો કેટલા રૂપિયા ઉપાડી શકશો? જાણો નવો નિયમ

