ISRO Recruitment 2026: ઈસરોમાં 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે બમ્પર ભરતી, જાણો વિગતો

ISRO Recruitment 2026

ISRO Recruitment 2026: જો તમે સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માં જોડાવાની શાનદાર તક છે. ISRO ના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SHAR) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, નર્સ, ડ્રાફ્ટ્સમેન, ફાયરમેન, વાહન ચાલક અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) સહિત વિવિધ પોસ્ટ માટે કુલ 97 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in પર જઈને 9 નવેમ્બર, 2026 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ભરતી હેઠળ અલગ-અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ નક્કી કરવામાં આવી છે. જેમાં 10મું પાસ, ITI, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, B.Sc. ડિગ્રી અને માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. ઉદાહરણ તરીકે, ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા જરૂરી છે, જ્યારે MTS, ફાયરમેન અને હળવા વાહન ચાલક માટે ધોરણ 10 પાસ હોવું અનિવાર્ય છે.

ISRO Recruitment 2026: ઉંમર, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા

ISRO ની આ ભરતીમાં મોટાભાગની પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે. જોકે, ફાયરમેન અને MTS પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર SC/ST, OBC અને PwBD વર્ગના ઉમેદવારોને ઉચ્ચતમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ 1 થી લેવલ 7 મુજબ શાનદાર માસિક પગાર ચૂકવવામાં આવશે. જેમાં ટેકનિકલ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટને રૂ. 44,900 થી 1,42,400/- સુધીનું વેતન મળશે, જ્યારે લેવલ 1 પર MTS માટે રૂ. 18,000 થી 56,900/- નો પગાર નિર્ધારિત છે.

અરજી ફીની વાત કરીએ તો અમુક પોસ્ટ (પોસ્ટકોડ 7-15) માટે ફી ₹750 અને અન્ય પોસ્ટ (પોસ્ટકોડ 16-30) માટે ₹500 રાખવામાં આવી છે. લેખિત પરીક્ષા આપ્યા બાદ અનામત વર્ગ અને અન્ય ઉમેદવારો માટે બેંક ખાતામાં આંશિક ફી રિફંડના નિયમો લાગુ પડશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષણના આધારે થશે, જેની આગામી વિગતો ISRO ની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.

Jio Platforms IPO :શેરબજારમાં જિયોનો જાદુ: માત્ર 100 મિનિટમાં જ ફૂલ સબસ્ક્રાઇબ થયો કંપનીનો મેગા ઈશ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *