Jio Platforms IPO :શેરબજારમાં જિયોનો જાદુ: માત્ર 100 મિનિટમાં જ ફૂલ સબસ્ક્રાઇબ થયો કંપનીનો મેગા ઈશ્યુ

Jio Platforms IPO

મુકેશ અંબાણીની કંપનીના Jio Platforms IPO એ શેરબજારમાં આવતાની સાથે જ મોટો ધમાકો કર્યો છે. બુધવારે રોકાણકારો માટે આ પબ્લિક ઈશ્યુ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ તે સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. સંસ્થાકીય રોકાણકારો દ્વારા બતાવવામાં આવેલા આ જબરદસ્ત પ્રતિસાદને કારણે તે ભારતના ઇતિહાસમાં સૌથી ઝડપી ભરાયેલા ઈશ્યુમાં સ્થાન પામ્યો છે. શરૂઆતથી જ રોકાણકારોએ આ રૂ. 30,213 કરોડના મેગા ઈશ્યુ પર ભારે દાવ લગાવ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના ડેટા મુજબ, આ ઐતિહાસિક Jio Platforms IPO માટે શેર દીઠ રૂ. 1,065 થી રૂ. 1,119ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો ઈશ્યુ ખુલ્યાની માત્ર 10 મિનિટમાં જ 100% સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. જ્યારે 30 મિનિટમાં તો તેની માંગ બમણી થઈ ગઈ હતી.

એવી આશા છે કે આ ઈશ્યુ ભારતના સૌથી મોટા આઈપીઓનો નવો રેકોર્ડ બનાવશે અને તાજેતરમાં આવેલા હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા (રૂ. 27,870 કરોડ) નો રેકોર્ડ પણ તોડી નાખશે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીનું વેલ્યુએશન 108 બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. કંપની ઓફર ફોર સેલ (OFS) વગર 27 કરોડ નવા શેર જારી કરી રહી છે. પબ્લિક ઈશ્યુ ખુલ્યા પહેલા જ 212 એન્કર રોકાણકારોએ આમાં રૂ. 8,110 કરોડનું રોકાણ કર્યું હતું. એન્કર રાઉન્ડમાં જ શેરની માંગ કરતા 30 ગણી વધુ એટલે કે રૂ. 2.5 લાખ કરોડની બિડ આવી હતી.

Jioના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીના જણાવ્યા મુજબ, હવે 53.33 કરોડનો ગ્રાહક વર્ગ ધરાવતી આ કંપની માત્ર ટેલિકોમ પૂરતી સીમિત રહેવા માંગતી નથી. કંપની ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં 45 મિનિટ રાહ જોતા રહ્યા હુમલાખોરો, 3 આરોપી કોટાથી ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *