રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા ગોમતીપુરમાં ભારે વિરોધ પ્રદર્શન

રામગીરી મહારાજ

મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામના મહાન પયગંબર સાહેબને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના લીધે સમગ્ર મુસ્લિમ સમાજમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.આ નિવેદન મામલે દેશભરમાં રામગીરી મહારાજ સામે પોલીસ ફરિયાદ થઇ રહી છે.આ રામગીરી મહારાજના વિવાદાસ્પદ નિવેદનને લઇને અમદાવાદ ગોમતીપુરના ઝૂલતા મીનારા ના પટાગણ પાસે મુસ્તુફા રઝા એકેડમી દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

મહારાષ્ટ્રના રામગીરી મહારાજના પયગંબર સાહેબ સામેના વિવાદાસ્પદ નિવેદનને લઇને મોટી સંખ્યામાં ઝુલતા મિનારાના પટ્ટઆંગણમાં ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ મામલે ઉગ્ર બને તે પહેલા પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. આ મામલે ગોમતીપુરના કાઉન્સીલર ઇકબાલ શેખે કહ્યું ઇસ્લામ શાંતિનો ધર્મ છે, અને મહાન મોહંમદ પયગંબર સાહેબને લઇને રામગીરી મહારાજે વાંધાજનક ટિપ્પણી કરી છે તેને વખોડું છું અને પોતાની ટીઆરપી અને સસ્તી લોકપ્રિયતા માટે આ કૃત્ય કર્યું છે. અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આ મહારાજની સત્વરે ધરપકડ સરકાર કરે તેવી અમારી માંગ છે.

આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમમાં સંસ્થા ના પ્રમુખ.સઈદ રઝવી.મોલાના રફીકુર મુર્શલિન. કોર્પોરેટર ઈકબાલ શૈખ. ઝુલ્ફીખાનં.જાવેદ મન્સૂરી.મોઇન રઝવી. ઇફતેકાર રઝવી.ખુરશીદ શૈખ. સલીમ શહેઝાદ. એહમદ હુસૈન મન્સૂરી. સય્યદ નઝમુદ્દીન. શૈખ ફારૂક. શૈખ અશરફ. શરફરાઝ શાહ.રફીક નુરી. શકીલ અન્સારી. સરફુ શૈખ.અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-  આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 કામદારો જીવતા ભૂંજાયા,41ની હાલત ગંભીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *