મોરબીમાં ટ્રેકટર પલટી જતા 17 લોકો તણાયા,9 લોકોને બચાવાયા, 7 લાપતા

tractor accident in morbi

tractor accident in morbi ગુજરાતના મોરબીમાં ટ્રેક્ટર પલટી જતાં 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના હળવદના ધવાણા ગામ પાસે બની હતી. ગામનો કોઝવે છોડતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોએ મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં નવ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે અન્ય સાતની શોધ ચાલુ છે. NDRF, SDRF અને ફાયર વિભાગની ટીમો ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે.

 

 

  tractor accident in morbi આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને ભારે વરસાદે ઘમરોળ્યું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોરબીથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી ઝવેરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના ધાવાના ગામે એક કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેના લીધે 17 જેટલા લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો – ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મૂશળધાર વરસાદ,સૌથી વધારે ખેરગામમાં 14 ઇંચ ખાબક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *