rainfall in Khergam ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
rainfall in Khergam
હવામાનના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 75 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
rainfall in Khergam
26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમણે 27મી ઓગસ્ટ માટે જણાવ્યું છે કે, મંગળવારના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સિવાયના ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે