Baloch terrorists પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સાથે ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેટલાક હથિયારબંધ લોકોએ ટ્રક અને બસને રોકી હતી. આ પછી તેમના આઈડી કાર્ડ ચેક કરવાના બહાને એક-એકને નીચે ઉતારીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ બલૂચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા છે.
Baloch terrorists પાકિસ્તાની મીડિયા અનુસાર, આ ઘટના મુસાખૈલના રારાશમ જિલ્લામાં બની હતી. અહીં કેટલાક હથિયારબંધ લોકોએ હાઇવે પર વાહનો રોકવાનું શરૂ કરી દીધું હતું. આ પછી મુસાફરો બસમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકો પંજાબના છે. એટલે કે પંજાબીઓને જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. બલોચ માને છે કે પંજાબીઓ તેમના સંસાધનો પર અતિક્રમણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, બલૂચ આતંકવાદીઓ દરરોજ તેમને નિશાન બનાવે છે.
ઘટના બાદ પાકિસ્તાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની શરૂઆત કરી. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે આ રીતે નિર્દોષ લોકોની હત્યા કરનારા કાયર આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં.પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સાથે ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેટલાક હથિયારબંધ લોકોએ ટ્રક અને બસને રોકી હતી. આ પછી તેમના આઈડી કાર્ડ ચેક કરવાના બહાને એક-એકને નીચે ઉતારીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ બલૂચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો – ભાજપે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 44 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર